પન્ના નાયક
પન્ના નાયકનો જન્મ મુંબઈમાં ડિસેમ્બર ૨૮, ૧૯૩૩માં માતા રતનબહેન અને પિતા ધીરજલાલ મગનલાલ મોદીને ત્યાં થયો. પિતા મૂળ સુરતના અને દાદાએ સુરતની જાણીતી એમ. ટી. બી. આટ્ર્સ કૉલેજને શરૂ કરવા માટે તે સમયે બે લાખનું દાન આપેલું. ૧૯૫૬માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતી અને સંસ્કૃત સાથે તેમણે બી.એ. અને એમ.એ. કર્યું. ઈ. સ. ૧૯૬૦માં નિકુલ નાયક સાથે લગ્ન કરીને તેઓ વિદેશ ગયાં.૧૯૬૩માં ડ્રેક્ષલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયામાં લાયબ્રેરી સાયન્સમાં એમ.એ. કર્યા બાદ ૧૯૭૩માં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનીયા, ફિલાડેલ્ફિયામાં સાઉથ એશિયન સ્ટડીઝમાં તેમણે એમ.એ. કર્યું. યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનીયામાં ૧૯૮૫થી ૨૦૦૨ તેઓ ગુજરાતી ભાષાના પ્રોફેસર રહ્યાં અને સાથે જ વેન પેલ્ટ લાયબ્રેરીમાં ૧૯૬૪થી ૨૦૦૩ ગ્રંથપાલ રહ્યાં.
‘પ્રવેશ’થી શરૂ કરી ‘અંતિમે’ સુધીની સાતત્યપૂર્ણ કાવ્યસર્જનયાત્રા દરમિયાન પન્ના નાયકના દસ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. કવિ સુરેશ દલાલે ‘કેટલાંક કાવ્યો’ શીર્ષકથી ૧૯૯૧માં તેમની કવિતાઓનું સંપાદન કર્યું છે જે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયું છે. તાજેતરમાં જ નવજીવન પ્રકાશન, અમદાવાદે ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’માં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત કરી છે.
તેમનો એક વાર્તાસંગ્રહ ‘ફ્લેમિન્ગો’ છે. આ સંગ્રહ તથા ત્યાર બાદ લખાયેલી વાર્તાઓમાંથી ચયન કરીને મણિલાલ હ. પટેલે ‘પન્ના નાયકનો વાર્તાલોક’ નામે સંપાદન કર્યું છે. તેમની કવિતા પન્ના ત્રિવેદીએ હિન્દીમાં અને દિલીપ ચિત્રેએ મરાઠીમાં અનૂદિત કરી છે. તેમનાં સર્જન વિશે અંગ્રેજી જર્નલમાં લેખો પ્રગટ થયા છે. તેમણે ભારતમાં અને વિદેશમાં અનેક સ્થળોએ કાવ્યપાઠ કર્યાં છે.
ડાયસ્પોરા સર્જન માટે તેમને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પારિતોષિકો મળ્યાં છે. એ ઉપરાંત પણ તેમના કાવ્યસંગ્રહો પુરસ્કૃત થયા છે. વિદેશમાં વસી ગયેલાં પન્ના નાયક અવારનવાર વતન આવે છે અને સર્જકો તથા ભાવકો સાથે સંપર્કમાં રહે છે.
– સંધ્યા ભટ્ટ
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
પન્ના નાયક, ઊર્મિલા ઠાકર, યોગેશ જોષીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
ઇબુક
પન્ના નાયકની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: પન્ના નાયક | સંપાદક: સંધ્યા ભટ્ટ
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
નીતિન મહેતાનાં કાવ્યો — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: નીતિન મહેતા | સંપાદક: કમલ વોરા
-
-
-
-
-
-
-
-
ઇબુક
ભરત વિંઝુડાની ગઝલસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ભરત વિંઝુડા | સંપાદક: કેસર મકવાણા
-
-