અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો.
આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે.
– ડૉ. યોગેશ પટેલ
(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)
મણિલાલ હ પટેલ
મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.
મણિલાલ હ પટેલનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રાજેશ પંડ્યા | સંપાદક: મણિલાલ હ પટેલ
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
મણિલાલ હ. પટેલનાં કાવ્યો — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ પટેલ | સંપાદક: હસિત મહેતા
-
ઇબુક
મણિલાલ હ. પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ પટેલ | સંપાદક: અજય રાવલ
-