યોગેશ જોષીએ વાર્તાકાર તરીકે રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ અને સુરેશ જોષીના સંસ્કાર આત્મસાત કર્યા છે. જે સમયે મોટા ભાગના વાર્તાકારો કાવ્યમય ગદ્યમાં આધુનિક વાર્તા લખતા એ સમયે યોગેશ જોષીએ લોકબોલીનો વિનિયોગ કરીને ‘ગંગાબા’ તથા ‘ચંદરવો’ જેવી કલાત્મક વાર્તાઓ આપી. અનુઆધુનિક વાર્તાઓ લખાતી એ સમયે આ વાર્તાકારે ફૅન્ટેસીનો વિનિયોગ કરીને ‘ગતિ’ અને ‘આરોહણ’ જેવી વાર્તાઓ આપી. આ વાર્તાકાર પાસેથી ‘બડી દૂર નગરી’ તથા ‘આસ્થા’ જેવી દલિત વાર્તાઓ પણ મળી છે.
આ વાર્તાકારનું વિષયવૈવિધ્ય તથા ભાષાકર્મનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ વાર્તાકારે સુંદર ચરિત્ર નિબંધો પણ આપ્યાં છે. ચરિત્ર નિબંધલેખનનો લાભ એમની વાર્તાઓને પણ મળ્યો છે. આ રેખાચિત્રકારે ઝીણી ઝીણી રેખાઓ થકી વાર્તાનાં પાત્રોને જીવતાં-ધબકતાં કર્યાં છે. આશા છે સહ્રદય ભાવકો તથા અભ્યાસીઓને આ ઈ-પ્રકાશનમાં રસ પડશે.
–ઊર્મિલા ઠાકર
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
હર્ષ બ્રહ્મભટ્ટ
હર્ષ બ્રહ્મભટ્ટ (૧૯૫૪) ગુજરાત સરકારના વહીવટી વિભાગમાંથી અધિક સચિવ તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘કુમાર’ ચંદ્રકથી સન્માનિત છે. તેમણે નવ કાવ્યસંગ્રહો ગુજરાતીમાં અને છ ઉર્દૂમાં આપ્યા છે. આ સંગીતપ્રેમી કવિની સંવેદનશીલ વહીવટકર્તા તરીકે પણ ખ્યાતિ છે.
યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર, હર્ષ બ્રહ્મભટ્ટનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
ઇબુક
યોગેશ જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યોગેશ જોષી | સંપાદક: ઊર્મિલા ઠાકર
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કિરીટ દૂધાતની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: કિરીટ દૂધાત | સંપાદક: બિપિન પટેલ
-
ઇબુક
બિપિન પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: બિપિન પટેલ | સંપાદક: કિરીટ દૂધાત
-
-
-
-
ઇબુક
મનોહર ત્રિવેદીની વાર્તાઓ— અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મનોહર ત્રિવેદી | સંપાદક: મીનલ દવે
-
-
-
-
ઇબુક
પન્ના ત્રિવેદીની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: પન્ના ત્રિવેદી | સંપાદક: સંધ્યા ભટ્ટ
-