હિમાંશી શેલત
હિમાંશી શેલત (જન્મ ૮-૧-૧૯૪૭) : અનુઆધુનિક સમયના મહત્ત્વનાં વાર્તાકાર હિમાંશી શેલતનો જન્મ સુરતમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં લીધું. સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૬૬માં બી.એ. અને ૧૯૬૮માં એમ.એ. ત્યાર બાદ ચારેક મહિનામાં જ એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં જ અંગ્રેજી ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે કારકિર્દી આરંભી. ૧૯૮૧માં 'વિદ્યાધર નાયપાલની નવલકથાઓ' વિશે અભ્યાસ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી. અધ્યાપન ઉપરાંત તેઓ સમાજસેવાના કાર્યમાં પણ સંકળાયેલાં હતાં. જેમાં ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકો, સ્ત્રીઓ સાથે વાત કરવી, પ્લૅટફૉર્મ પરના બાળમજૂરોની જોડે સમય ફાળવવો. આ કાર્ય માટે વધારે સમય આપી શકાય એટલે ૧૯૯૪માં અધ્યાપન ક્ષેત્રેથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી સેવાપ્રવૃત્તિનું ગમતું કાર્યક્ષેત્ર પસંદ કર્યું. સમાજકાર્યના દાવા-દેખાડા વિનાના અનુકંપાપૂર્ણ અનુભવે તેમને લેખન માટેની સામગ્રી પૂરી પાડવા ઉપરાંત તેમના સર્જનને પ્રતીતિજનક બનાવ્યું છે. ૧૯૯૫માં ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે એમણે લગ્ન કર્યાં.
હિમાંશીબહેનના સર્જનને અનેક પારિતોષિકોથી નવાજવામાં આવ્યું છે. તેમના 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' (૧૯૯૨) વાર્તાસંગ્રહને ઉમાશંકર જોશી પારિતોષિક, ધૂમકેતુ ઍવૉર્ડ તેમ જ સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પારિતોષિકો મળ્યાં છે. આ ઉપરાંત 'અંતરાલ'(૧૯૮૭)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, 'એ લોકો'(૧૯૯૭)ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમજ સ્મરણચિત્ર ‘પ્લૅટફૉર્મ નં. ચાર'(૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને કન્નડ ભાષા પારિતોષિક મળ્યાં છે. ૨૦૧૬માં તેમનું સાહિત્યસર્જન માટેના પ્રતિષ્ઠિત એવા દર્શક ફાઉન્ડેશન સન્માનથી ગૌરવ કરવામાં આવ્યું છે.
– પારુલ કંદર્પ દેસાઈ
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ ૮ (ખંડ ૨)માંથી સાભાર
શરીફા વીજળીવાળા
શરીફા વીજળીવાળાનો જન્મ તા. ૪-૮-૧૯૬૨માં ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે થયો હતો. એમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ, બી.એ. અને એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. ડૉ. શિરીષ પંચાલના માર્ગદર્શન નીચે એમણે ‘ટૂંકી વાર્તામાં કથનરીતિનો અભ્યાસ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૯૧થી ૨૦૧૩ સુધી ૨૨ વર્ષ તેઓ સુરતની એમ. ટી. બી. આટ્ર્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે કાર્યરત હતાં અને ૨૦૧૩થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગમાં જોડાયાં અને ૧૪-૬-૨૦૨૪ના રોજ પ્રોફેસર અને હેડ તરીકે નિવૃત્ત થયાં.
ડૉ. શરીફા વીજળીવાળા એક અભ્યાસી વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે જાણીતાં છે. તેમના ‘બાની વાતું’ (લોકવાર્તા), ‘અનન્યા’ (વિદેશી વાર્તા), ‘સંપ્રત્યય’ અને ‘વાર્તા સંદર્ભ’ (વિવેચન) તથા ‘મન્ટોની વાર્તાઓ’ (અનુવાદ) એમ પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળેલાં છે. ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ (સંશોધનગ્રંથ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ‘જેણે લાહોર નથી જોયું’ (નાટક)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૫નો અનુવાદ પુરસ્કાર મળેલ છે. એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને ૨૦૧૮નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. એમનાં કેટલાંક પુસ્તકો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પસંદ થયેલ છે. ભારત વિભાજનને લગતાં લગભગ દસથી બાર પુસ્તકો એમણે આપેલ છે.
યુ.જી.સી. દિલ્હી દ્વારા સોંપાયેલ રિસર્ચ પ્રોજેક્ટ – ‘Analytical & Comparative Study of Literature Based on Partition Theme’ પર તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તો બસવ સમિતિના રાષ્ટ્રીય કક્ષાના અનુવાદ પ્રોજેક્ટ અંતર્ગત કન્નડના મહાન સાહિત્યકાર બસવેશ્વરનાં વચનોનો ગુજરાતી અનુવાદ ‘વચન’નામે અન્યો સાથે તૈયાર કર્યો છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ ૫૦ પુસ્તકો પ્રગટ થયાં છે.
તેઓ એક નિર્ભીક અને સ્પષ્ટવક્તા લેખક-વક્તાના રૂપે વિવિધ માધ્યમોમાં પોતાની વાત રજૂ કરતાં રહે છે. તેમની આ સાહિત્યિક અને સામાજિક નિસ્બતને ધ્યાનમાં રાખીને શિશુવિહાર, ભાવનગર દ્વારા ‘સ્ત્રી શક્તિ સન્માન’ અને ૨૦૧૬માં સદ્ભાવના ફોરમ દ્વારા પૂ. મોરારિબાપુના હસ્તે ‘સદ્ભાવના એવોર્ડ’જેવાં સન્માન પણ પ્રાપ્ત થયાં છે.
હિમાંશી શેલત, શરીફા વીજળીવાળાનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
ઇબુક
વીનેશ અંતાણીની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: વીનેશ અંતાણી | સંપાદક: દર્શના ધોળકિયા
-
-
-
ઇબુક
બિપિન પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: બિપિન પટેલ | સંપાદક: કિરીટ દૂધાત
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
કિરીટ દૂધાતની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: કિરીટ દૂધાત | સંપાદક: બિપિન પટેલ
-